Corona Update: દેશમાં કોરોનાના કુલ કેસનો આંકડો 96 લાખને પાર, જાણો લેટેસ્ટ અપડેટ

દેશમાં કેટલાક રાજ્યોને બાદ કરતા કોરોનાની સ્થિતિમાં સુધારો જોવા મળી રહ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે સવારે બહાર પાડેલા લેટેસ્ટ આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 36,011 દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ કોરોના કુલ કેસનો આંકડો 96,44,222 પર પહોંચ્યો છે.

Corona Update: દેશમાં કોરોનાના કુલ કેસનો આંકડો 96 લાખને પાર, જાણો લેટેસ્ટ અપડેટ

નવી દિલ્હી: દેશમાં કેટલાક રાજ્યોને બાદ કરતા કોરોના (Corona Virus) ની સ્થિતિમાં સુધારો જોવા મળી રહ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે સવારે બહાર પાડેલા લેટેસ્ટ આંકડા (Corona Latest Update) મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 36,011 દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ કોરોના કુલ કેસનો આંકડો 96,44,222 પર પહોંચ્યો છે. જેમાંથી 4,03,248 દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે. જ્યારે 91,00,792 દર્દીઓ સાજા થઈ ગયા છે. એક જ દિવસમાં કોરોનાથી 482 લોકોના મૃત્યુ થયા છે. દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 1,40,182 થયો છે. 

દેશમાં અત્યાર સુધીમાં 14,69,86,575 કોરોના ટેસ્ટ
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના જણાવ્યાં મુજબ અત્યાર સુધી દેશમાં કોરોના વાયરસના કુલ 14,69,86,575 નમૂનાનું પરીક્ષણ કરાયું છે. જેમાંથી 11,01,063 ટેસ્ટિંગ ગઈ કાલે કરાયા હતા. 

With 482 new deaths, toll mounts to 1,40,182. Total active cases at 4,03,248

Total discharged cases at 91,00,792 with 41,970 new discharges in the last 24 hrs pic.twitter.com/imO6Ql1aHw

— ANI (@ANI) December 6, 2020

ગુજરાતમાં કોરોનાના નવા 1514 કેસ 1535 દર્દી સાજા થયા 15 લોકોનાં મોત નિપજ્યાં
રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. ધીરે ધીરે હવે કોરોનાનો આંકડો 1400 ને પાર પહોંચ્યો હતો. જો કે હવે ધીરે ધીરે કોરોના કાબુમાં આવી રહ્યો હોય તે પ્રકારે આંકડા ઘટી રહ્યા હતા અને એક સમયે કેસ 1000ની નીચે જતા રહ્યા હતા. જો કે દિવાળી સમયે અચાનક કેસોની સંખ્યામાં ઉછાળો જોવા મળ્યો હતો. આજે રાજ્યમાં નવા 1514 કોરોના દર્દી નોંધાયા હતા. રાજ્યમાં 1535 નવા દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 1,98,527 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે.

— ANI (@ANI) December 6, 2020

રાજ્યમાં દર્દીઓના સાજા થવાનો દર 91.35 ટકા થઇ ચુક્યો છે. રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો હોવાના દાવા સરકાર કરી રહી છે. આજે રાજ્યમાં કુલ 69,668 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે રાજ્યની વસ્તી અનુસાર પ્રતિ દિવસ 1071.82 પ્રતિ મીલીયન થાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 81,72,380 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 5,41,064 વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી 5,40,916 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે 148 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે. જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ 14,742 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 90 છે. જ્યારે 14,652 લોકો સ્ટેબલ છે. 1,98,527 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 4064 લોકોનાં મોત નિપજ્યા છે. આજે 15 લોકોનાં મોત નિપજ્યાં છે. જે પૈકી અમદાવાદ કોર્પોરેશનના 09, સુરત કોર્પોરેશન 2, રાજકોટ -2 અરવલ્લી અને રાજકોટ કોર્પોરેશનમાં 1-1 વ્યક્તિ સહિત કુલ 15 દર્દીઓનાં કોરોનાને કારણે મોત નિપજ્યાં છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news